
અરવલ્લી: સાબરકાંઠા ના ઉમેદવાર અને કોંગ્રેસ ના ખેડબ્રહ્મા ના ધારાસભ્ય તુષાર ચૌધરી બાયડ ખાતે કાર્યકર્તા મિટિંગ માં ઉપસ્થિત હતા તે દરમિયાન અમારા સાબરકાંઠા બેઠક ના કાર્યક્રમ “સાબરકાંઠા નો સવાલ : તું સાર કે શોભા? ” હેઠલ મુલાકાત દરમિયાન ચુંટણીના તેમના પ્રચાર અંગે માહિતી આપી હતી.
અમારા પ્રતિનિધિ ના પ્રશ્ન સાબરકાંઠા ના વિકાસ બાબતે તમે શું કરશો ના જવાબ માં તેમને જણાવ્યું હતું કે બારડોલી વિસ્તારમાં તેઓ દસ વર્ષ સાંસદ તરીકે રહ્યા તે સમય દરમિયાન ત્રણ હજાર કરોડ રૂપિયા ના કામ કરી ને તેમના વિસ્તારમાં વિકાસની યાત્રા જાળવી રાખી હતી. તેમને વધુ માં જણાવ્યું હતું કે મારા દિલ્હી ના અનુભવ અને સાંસદ તરીકે કામગીરી ના અનુભવ પણ અહીંના વિસ્તાર ને વિકાસશીલ ન્યાય આપશે.
તો બીજીતરફ તેમને પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબ માં તેમને જણાવ્યું હતું કે હાલ ના ઉમેદવાર અને મારી કામગીરી ની સરખામણી થાય તો પહેલા ધોરણના બાળક અને દસમા ધોરણ ના બાળક જેવું ગણિત બને.
તેમને પૂછવામાં આવેલા એક પ્રશ્ન હરીફાઈ અંગે નો હતો તે દરમિયાન તેમને એમ પણ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીમાં આયાતી ને ટિકિટ આપી પોતાના કાર્યકર્તા ઓ જોડે અન્યાય કરવામાં આવી રહ્યો છે. પણ એક કહેવત છે આંગળી થી નખ….એવું બને તો નવાઈ નથી.
આ વખતે ચુંટણી માં અંદરો અંદર ના ખટરાગ જ પરિણામ ની તસવીર હશે