
અરવલ્લી, ચુંટણી ની ચૌખટ ઉપર સમગ્ર ગુજરાતમાં જોર અને શોર બંને નું સામ્રાજ્ય સાંગોપાંગ ગોઠવાયું છે ત્યારે નેતાજીઓ પોતાની ખીચડી પાકવાની રાહ જોઈ રહ્યા છે.
પણ સાબરકાંઠા અને અરવલ્લી ના માહોલમાં નવી નવી ચર્ચાઓ અને અફવાઓનું વાતાવરણ ગરમ રહ્યું છે. કેટલીક જગ્યાએ એવી પણ ચરચ્યચલી રહી છે કે હાલ ના ઉમેદવાર ની સામે ૧૦૦ થી વધારે ઉમેદવારો ઊભા કરવા માટે ફંડ ફાળો એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે તો એક ટિકિટ વાંછુકે ખૂટે તેટલી રકમ આપવાની જાહેરાત પણ કરી દીધી છે. જો કે આ સમાચાર કે વાત ની અમારી ટીમ પૃષ્ટિ કરતી નથી પણ લોકો માં ચર્ચાતી આ વાત કેટલી અંશે ખોટી હોઈ શકે તે પણ વિચારવા જેવી બાબત છે.
તો બીજી તરફ કેટલાક શક્તિશાળી મૌની નેતાઓ પૈકી કદાચ કોઈ અપક્ષ ચુંટણી લડે અને પક્ષ કાઢી મૂકે તો ચિંતા વગર પછી માન ન માન મે તેરા મહેમાન ની જેમ પાર્ટીમાં પાછા ગુસી જવાની વાતો દ્વારા કોઈક નેતા અપક્ષ ચુંટણી લડી હાલના રાજકીય રમખાણ નો લાભ લેવાની વિચારણામાં હોવાની વાતો પણ ચર્ચાઈ રહી છે.
પણ જે હોય તે જો ખરેખર આવું થાય તો કોંગ્રેસ અને ભાજપ બંને માટે કપરા ચઢાણ થાય અને દરેક ચુંટણીમાં કાર્યકર્તાઓ માટે તકલીફ થાય.
જોઇએ કયા કયા નેતાઓ હાલ મૌન થઈ ને મુક પ્રેક્ષક ની જેમ શાંત જરુખે વાટ નીરખી રહ્યા છે.