LIVE TVરાજ્ય

*મિશન શક્તિ યોજના અંતર્ગત કલેક્ટર અરવલ્લી પ્રશસ્તિ પારિકના અધ્યક્ષસ્થાને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ*

 

મોડાસા અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રશસ્તિ પરીકના અધ્યક્ષ સ્થાને મિશન શક્તિ યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મિશન શક્તિ યોજના અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, 181 અભય મહિલા હેલ્પલાઈન, સખી નિવાસ, ક્રેચ ફેસિલિટી, ડીસ્ટ્રીક હબ ફોરએમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજનાઓની કામગીરીની સમીક્ષા તેમજ આગામી નાણાંકીય વર્ષના એક્શન પ્લાનની ચર્ચા પણ કરાઈ હતી. ભારત સરકાર દ્વારા હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી મહિલાઓને તાત્કાલિક કાળજી સમર્થન અને સહાય પૂરી પાડવા તેમજ તેમના પુનર્વસન, કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત કરવા તાલીમ આપી ક્ષમતાવર્ધન કરવા હેતુ મિશન શક્તિ યોજના અમલમાં છે અંગે પણ ચર્ચા કરી હતી.
તેમજ Flc ઇન્ફોરમેટિવે પ્રોગ્રામ,નુટ્રીશન આવેનેસ્સ પ્રોગ્રામ
નુટ્રીશન બેઝ કોર્સ બીજા કોર્સમાં પણ રોજગારીની તક વધારવી,જેવા આયોજનો કરવા જિલ્લા કલેક્ટરે સૂચનો કર્યા.વિધવા સહાય દિવ્યાંગ બાળકીઓ ,મહિલાઓ માટેની યોજનાકિય જાણકારી પોંહચાડવા માટે કામગીરી,ગ્રાન્ટ ફાળવણી અને વપરાશ ની ચર્ચા,આવનારા સમયમાં જિલ્લામાં મહિલા જાગૃતિ માટેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી ,આંગણવાડીઓની બહેનોને પ્રોત્સાહન મળી રહે તે માટે કાર્યકમ ,ડ્રોપઆઉટ રેસીઓ ઘટાડવા માટે સફળ કામગીરી કરવામાં આવી,મહિલાઆ સાક્ષરતા,સ્વછતા,નેતૃત્વ,જાગૃતિ ના અનેક કાર્યક્રમો કરવામાં આવ્યા છે.સ્કિલ ડેવલોપમેન્ટ,જેવા અનેક કાર્યક્રમો દીકરીના નામે નેમપ્લેટ લગાડવામાં આવશે જેનાથી બાળકીઓને પ્રોત્સાહન મળે, વ્હાલી દીકરી બાલિકા પંચાયતના સભ્યો દ્વારા જાગૃતિ ફેલાય તેવા કાર્યકમો કરવામાં આવે,મહિલાઓ ઉપર થતી હિંસાને ડામવા માટે જરૂરી પગલાં લેવા સૂચન તેમજ અંધશ્રદ્ધાના કારણે થતી મોત અટકાવવા જરૂરી પગલાં લેવા અને કાર્યવાહી કરવા સૂચનો કરવામાં આવ્યા.

આ બેઠકમાં જિલ્લા પોલીસવડા તેમજ DRDA ડારેક્ટર,મહિલા અને બાળ વિભાગના અધિકારી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!