
અરવલ્લી જીલ્લાના ગ્રામીણ વિસ્તારો લીલાં વ્રુક્ષોનું નિકંદન કાઢી હેરાફેરી કરતા તત્વો માટે ગ્રીન કોરીડોર બની ગયો છે.
અરવલ્લી જીલ્લાના માલપુર વિસ્તારમાં કોઈપણ મંજુરી કે પાસ વગર ઘોળા દીવસે ગેરકાયદેસર રીતે ટ્રકમાં ભરાઈ રહેલા લીલા લાકડાં અંગે વનવિભાગને બાતમી મળતાં વનવિભાગે સફાળા જાગી ટ્રક નંબર GJ 18 T 1221. ને ઝડપી રૂપિયા બે લાખ
ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
મેઘરજ તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં રાત્રીના સમયે ગેરકાયદેસર રીતે લીલા લાકડાંની હેરાફેરી થતી હોવાની લોકચર્ચા વચ્ચે માલપુર વનવિભાગની કાર્યવાહીથી ગેરકાયદેસર લાકડાંની હેરફેર કરતા ઈસામોમાં ફફડાટ ફેલાયો છે.