LIVE TVરાજ્ય

*વરલી મટકા કિંગ કિરીટ બારોટને એક સાગરીત સહિત રંગેહાથ દબોચતી બાયડ પોલીસ

 

 

છેલ્લા કેટલાક સમયથી બાયડ તાલુકામાં દારૂ જુગારની પ્રવૃત્તિ એ માઝા મૂકી છે તાજેતરમાં વરલી મટકાના શકુનિઓ પકડાવાની સીઝન ચાલી હોય તેમ રોજબરોજ આવા જુગારીયાઓ ઝડપાતા જાય છે
બાયડ નગરમાં સરકારી પુસ્તક પુસ્તકાલય પાછળ તબેલામાં ખુલ્લામાં વરલી મટકાનું આંક ફરકનો જુગાર ચલાવતા કુખ્યાત મટકા કિંગ કિરીટ શના બારોટ તેના સાગરિત સહિત બાયડ પોલીસના હાથે ઝડપાયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
વધુ પ્રાપ્ત વિગતો મુજબ બાયડ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચાવડા અને તેમની ટીમે બાતમી આધારે સરકારી પુસ્તકાલય પાછળ આવેલા તબેલા નજીક ખુલ્લી જગ્યામાં આંક ફરકનો વરલી મટકાનો હારજીતનો જુગાર રમાડતાં કિરીટ શના બારોટ રહે. નાનીબા હાઈસ્કુલ પાછળ, બાયડ તથા ફિરોજખાન ઉસ્માનખાન બલોચ રહે. કસ્બા વિસ્તાર, બાયડને રૂપિયા 10650/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!