
થર્ટી ફસ્ટને લઈને અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે જીલ્લા પોલીસ તંત્રને કોઈપણ ભોગે નશીલા દ્રવ્યોની હેરાફેરી અટકાવવા કડક સૂચના આપ્યા બાદ બાયડ પોલીસ પણ સક્રિય થઈ છે.
બાયડ પોલીસ મથકે નવનિયુક્ત પોલીસ ઇન્સ્પેક્ટર કે એસ ચાવડા અને તેમની ટીમ થર્ટી ફર્સ્ટને લઈ સઘન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન વિશ્વાસુ બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે રણેચી નજીક કોટવાડિયાના મુવાડા ગામે એક બુટલેગરે વાત્રક નદીના વાંઘા કોતરોમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે જેથી બાયડના પી.આઈ કે એસ ચાવડા અને તેમની ટીમે સદર જગ્યાએ દરોડો કરી વાત્રક નદીના કોતરોમાંથી રૂ. 33,150/- ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપી પાડી ફરાર બુટલેગર શૈલેષ લક્ષ્મણ પરમાર રહે. કોટવાડીયાના મુવાડા (રણેચી) તા. બાયડ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી