
અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બરવાલે નાસતા ફરતા અને ભાગેડુ આરોપીઓને શોધી કાઢવા જીલ્લા પોલીસ તંત્રને દિશાનિર્દેશ આપ્યા બાદ જીલ્લાનું પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હોય તેમ સાઠંબા પોલીસે માલપુર પોલીસના પ્રોહીબિશનના કેસમાં ભાગેડુ આરોપીને સીમલવાડાથી દબોચ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સાઠંબા પોલીસે જીલ્લા પોલીસ વડાની સુચના હેઠળ સાઠંબા પી.એસ.આઇ બી.કે વાઘેલા અને તેમની ટીમે માલપુર પોલીસ મથકે પ્રોહિબિશનના ગુનાના આરોપીને શોધી કાઢવા કવાયત હાથ ધરી બાતમીદારોને કામે લગાડી માલપુર પોલીસ મથકના પ્રોહિબિશનના આરોપી કલાલ કપીલ કાંતિભાઈ રહે. જલાઈ તા સીમલવાડા જી. ડુંગરપુર ને તેના ઘરે જઈ દબોચી લઇ સહઆરોપીને તપાસ દરમિયાન શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી