LIVE TVરાજ્ય

બાયડ તાલુકાના આમોદરા માર્ગ પર આઇશરની ટક્કરે બાઇક સવાર બેંક કર્મીનું સ્થળ પર મોતઃઆઈશર ચાલક ગાડી મુકીને ફરાર

માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનાર બેંક કર્મચારી મહીસાગરનો વતની

  • બાયડ તાલુકાની ડેમાઈ સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયામાં પટાવાળા તરીકે ફરજ બજાવતા બાઈક સવાર કર્મચારીનું સોમવારના રોજ સાંજે ઘર તરફ જતા આમોદરા રોડ ઉપર બોરલ-દેસાઈપુરા વચ્ચે આઇસર ટ્રકની ટક્કરે મોત નીપજ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે
    વધુ પ્રાપ્ત વિગતો મુજબ ડેમાઈની સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વર્ષ ૨૦૧૮ થી પટાવાળા તરીકે ફરજ બજાવતા ભરતભાઈ વજાભાઈ પરમાર રહે. ધનેલા તા. બાલાસિનોર જી. મહીસાગર વતનથી રોજ બાઇક પર અપડાઉન કરતા હતા.
    નિત્યક્રમ મુજબ સોમવારના રોજ નોકરી પૂરી કરીને સાંજના સમયે તેઓ પોતાના બાઈક નં. જીજે ૩૫ એલ ૧૫૭૮. પર ઘરે જવા નીકળ્યા હતા ત્યારે બોરલથી દેસાઈપુરા વચ્ચે માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવતા આઇસર ટ્રક નં. જીજે ૦૭.વાય ઝેડ. ૬૩૧૯. એ બાઈકને હડફેટે લેતાં બાઈકસવાર ભરતભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ મોત નીપજી જવા પામ્યું હતું. જ્યારે આઇશર ચાલક આઈશર ટ્રક સ્થળ મુકીને ફરાર થઈ ગયો હતો.
    બાયડ પોલીસ મથકે મરનારના કાકા ડાહ્યાભાઈ અમરાભાઇ પરમાર રહે. ધનેલા તા. બાલાસિનોર જી. મહીસાગર ફરિયાદ નોંધાવતાં બાયડ પોલીસે આઇસર ચાલક સામે અકસ્માત કરી મોત નીપજાવ્યાનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાયડ સામુહિક આરોગ્ય કેન્દ્ર પર મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!