
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં ખુલ્લેઆમ પોલીસ ચોકી સામેથી જ ખાનગી વાહનોમાં મુસાફરો છાપરાં પર બેસાડીને મેઘરજ, સીમલવાડા તરફ જતી મોતની સવારીઓનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જીલ્લા ટ્રાફિક પોલીસ અને મોડાસામાં પોલીસનું હેડ ક્વાર્ટર હોવા છતાં તેમની કામગીરી સામે સવાલો ઊભા થયા છે….!!!
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં મોડાસા ચાર રસ્તા થઈ બાયપાસ પેલેટ ચોકડી થઈ પસાર થતી તુફાન જીપોમાં ખુલ્લેઆમ છાપરાં પર મુસાફરોને મોતની સવારી કરાવતા વાહનો દોડતા નજરે પડી રહ્યા છે…!!!!
હવે સવાલ એ થાય છે કે મોડાસા ચાર રસ્તા પર પણ પોલીસ ચોકી આવેલી છે બાયપાસ પેલેટ ચોકડી પર પણ પોલીસ ચોકી આવેલી છે જીલ્લા ટ્રાફિકના વાહનો પણ સતત પેટ્રોલિંગ કરતા હોય છે…!!!
તો પછી આવી રીતે કોઈના ડર વગર ખાનગી વાહનો મોતની મુસાફરી કેવી રીતે દોડાવી શકે…???
કે પછી ગાંધી વૈધનું સહિયારુ ચાલે છે અને ખાનગીમાં આવી મોતની સવારીઓને મંજૂરી આપી દેવામાં આવી છે…!!!!
જોઈએ હવે આ બાબતે અરવલ્લી જીલ્લાના જાગૃત પોલીસવડા શું પગલાં ભરે છે….???