LIVE TVરાજ્ય

બાયડ ખાતે ધારાસભ્ય ધવલસિંહે લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાના સમર્થન વિશાળ કાર્યકર્તા સંમેલન યોજ્યું

વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં યોજાયું કાર્યકર્તા સંમેલનઃધારાસભ્ય ધવલસિહ અને કાર્યકર્તાઓએ શોભનાબેન બારૈયાને જંગી મતોથી વિજય અપનાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો

બાયડ ખાતે શનિવારે સાંજે ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લોકસભા ના ઉમેદવાર શોભનાબેન બારૈયા ના સમર્થન માટે વિશાળ જન મેદની ની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલન યોજ્યું હતુંઆ કાર્યક્રમમાં લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલભાજપના જિલ્લા સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તથા તાલુકા અને જિલ્લા કક્ષાના આગેવાનોની ઉપસ્થિતિમાં વિશાળ જન મેદની વચ્ચે યોજાયેલું આ સંમેલન સાર્થક થયું હતુંલોકસભા ચૂંટણી સમયે મતભેદો ભૂલી ક્ષત્રિયો દ્વારા ભાજપ વિરુદ્ધ હુંકાર કરવામાં આવ્યો હતોઆ કાર્યકર્તા સંમેલનમાં ધવલસિંહ ઝાલા દ્વારા અને એમના કાર્યકર્તાઓ દ્વારા લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા ની સૌથી વધુ મતદાન કરાવી જંગી લીડ થી જીત થાય તે માટે ખાતરી આપી હતી
લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ તેમના પ્રવચનમાં જણાવ્યું હતું કે બાયડ તાલુકાની જનતા પર મને ખૂબ જ વિશ્વાસ છે તેમજ મારા ક્ષત્રિય ભાઈઓ મારી લાજ રાખશે જેવા શબ્દો દ્વારા તેમણે સૌ ઉપસ્થિત જનતાનો આભાર માન્યો હતો હાજર સૌ કાર્યકર્તાઓ દ્વારા મોબાઈલની ટોર્ચ લાઈટ ચાલુ કરી ઉમેદવારને જંગી લીડ થી જીતાડીશું જ એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!