LIVE TVરાજ્ય

સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં ઘટેલું મતદાન સરખામણી ની રીતે ઉમેદવારોના કાન ઊંચા કરેતેવું

સાબરકાંઠા સંસદીય મતદાર વિભાગમાં સવારે ૭ થી સાંજના ૦૬ કલાક દરમિયાન સરેરાશ ૬૩.૨૨ ટકા મતદાન જોવા મળ્યું

ઘણા લાંબા સમયથી મતદાન જાગૃતિ ના નામે નાચતા કે હરખ પદુડા બનેલા લોકોએ સરકારી પૈસા નું આંધણ કરી ને પોતાના માનીતા લોકો ની સુરખીઓ માં ચમકતા રહેવાનું નાટક કરનાર સામે કદાચ સરકાર તરફ થી પગલાં લેવાય તો નવાઈ નથી.

જો કે બાયડ  સૌથી ઓછું મતદાન અને ખેડબ્રહ્મા માં સૌથી વધુ મતદાન પરિણામ ના પાટીયા ફેરવે તો નવાઈ નથી.

જો કે મતદાન ના આંકડા જાહેર થયા પછી જાણે પોતે જંગી મતદાન કરાવી દેવાના છે તેવો તાયફો કરનાર અધિકારી સામે સરકાર શું પગલાં લે છે તે પણ રાજકીય વર્તુળ માં ચર્ચાઈ રહ્યું છે. તો ક્યાંક તો ગઈ વખતે મતદાન જાગૃતિ માટે થયેલા ખર્ચ અને આ વખતે થયેલા ખર્ચ ની સાથે મતદાન ની ટકાવારી જોઈ ….. આગળ ની વાત સમજનારા સમજી જાય છે. એટલે લખવાની જરૂર નથી.
પણ લોકો મતદાન માટે ઘણી બધી સુવિધાઓ હોવા છતાં મતદાન ઓછું થયું તે વાતાવરણ ના કારણે થયું તેમ માનવા તૈયાર નથી.. જો કે જે હોય તે સીધું ને સટ હવે પરિણામ પછી કોના માથે ઠીકરું ફોડાય છે તે જોવાનું રહ્યું.

હિંમતનગર : ૬૪.૭૯ મતદાન 2024 નું અને 2019 નું. 69.61, ઇડર : ૬૬.૧૯ મતદાન 2024 નું અને 2019 નું* 69.56 ખેડબ્રહ્મા: ૭૧.૨૩. મતદાન 2024 નું અને 2019 નું*71.72 પ્રાંતિજ: ૬૧.૬૭ મતદાન 2024 નું અને 2019 નું*66.47 સાબરકાંઠા કુલ મતદાન: ૬૬.૦૮ ભિલોડા: ૫૯.૬૪ મતદાન 2024 નું અને 2019 નું* 63.44 મોડાસા: ૫૯.૯૨. મતદાન 2024 નું અને 2019 નું*65.93 બાયડ: ૫૮.૪૪ મતદાન 2024 નું અને 2019 નું* 64.01

જો કે કેટલાક નારાજ લઘુ અખબાર અને સોશિયલ મીડિયા રિપોર્ટરો ને કવરેજ અંગે મદદ ન કરનાર તંત્ર અનેક સુવિધાઓ વચ્ચે મતદાન વધારી શક્યું ન હતું. જો કે કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે સોશિયલ મીડિયા રિપોર્ટર ને ક્યાં સરકારે ખર્ચો આપવાના હતા? તો પછી આ કવરેજ ના પાસ ન આપવાનું કારણ શું હોઈ શકે ? જો કે લોકો એમ પણ કહે  કે કોઈના સમાચાર નહિ છાપ્યા હોય તેની રીસ પણ હોઈ શકે.  કેટલીક જગ્યાએ રાજકીય આગેવાનો ના સહકાર થી મતદાન સારું થયું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. અંદાજે ૪ ટકા જેટલું ઓછું મતદાન થયું તે બોલવામાં સરળ લાગે પણ મત ની ગણતરી અને હાર જીત ના તફાવત ની ગણતરી કરવામાં આવે તો વાસ્તવિકતા ની ખબર પડે.

 

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!