
બાયડ તાલુકાના લીંબ ગામે પકડાયેલા 1.21 લાખના વિદેશી દારૂ પ્રકરણમાં બે પોલીસ કર્મચારીઓની સંડોવણી ખુલતાં ચકચાર મચી જવા પામી હતી
લીંબ વિદેશી દારૂ પ્રકરણની તપાસ ચલાવી રહેલા તપાસ અધિકારીએ દારૂ પ્રકરણમાં સંડોવાયેલા બે પોલીસ કર્મચારીઓ પૈકી એક મહેશ ડામોર જે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને પોલીસ હેડ ક્વાર્ટર પોલીસ લાઈન મોડાસા ખાતે રહે છે તેની અને મદદગારીમાં રહેલા અન્ય આરોપી રણછોડસિંહ ચૌહાણ બંનેની ધરપકડ કરી બંને આરોપીઓને નામદાર કોર્ટ બાયડમાં રજૂ કરાતાં નામદાર કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી તપાસ અધિકારીને આરોપીઓને રિમાન્ડ પર સોંપ્યા હતા.