LIVE TVરાજ્ય

બાયડ-કપડવંજ હાઈવે ઉપર અરજણવાવ બસ સ્ટેશન નજીકઅજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈકચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું*

 

 

 

 

બાયડ-કપડવંજ હાઈવે ઉપર અરજણવાવ બસ સ્ટેશન નજીક શનિવારે બપોરના સુમારે એક
અજાણ્યા વાહને ટક્કર મારતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
માધવકંપા -અરજણવાવની સીમમાં શનિવારે બપોરના સુમારે બાયડ તરફથી આવતી મોટર સાયક્લના ચાલકને અજાણ્યા વાહને બાઈકને ટકકર મારતા બાઈક ફુટબોલના જેમ ફંગોળાઈહતી
બાઈક ચાલકનું રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બાઈક ચાલક દેરોલી ગામનો હોવાનું જાણવા મળેલ છે.
દેરોલી ગામનો યુવક બાયડ કોઈ કામકાજ અર્થે આવ્યો હતો કામકાજ પતાવીને પોતાને
ઘરે જતો હતો ત્યારે બપોરના સુમારે એક અજાણ્યા વાહને અડફેટ લેતા દેવેન્દ્રસિંહરાઠોડ
ઉં.વ.૨૫.નું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં બાયડ પોલીસ ટીમ ઘટના સ્થળે આવી
પહોંચી હતી. હાઈવે ઉપર અકસ્માતની જાણ થતાં રોડ ઉપર વાહનોની લાંબી કતારો
જોવા મળી હતી તેમજ લોકોના ટોળેટોળા જોવા માટે ઉમટી પડયા હતા.
મરણ જનાર દેવેન્દ્રસિંહ રાજુસિંહ રાઠોડ ઉ.૨૫
રહે.દેરોલી, તા.બાયડ,જી.અરવલ્લી

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!