
બાયડ તાલુકાના લાંક ગામે સમસ્ત છ ગામ સુસરા પરિવાર આયોજિત શ્રી મેલડી સિકોતર માતાજી અને શ્રી મેલેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગે ચંગે યોજાઈ ગયો
ચાર દિવસ ચાલેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શ્રી મેલડી સિકોતર માતાજી મંદિરના ભુવાજી ભરવાડ વિનુભાઈ કાળાભાઈએ ભવ્ય આયોજન કર્યું હતું
આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
પ્રખ્યાત લોકગાયિકા કિંજલ રબારીની ઉપસ્થિતિમાં રાસ ગરબાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. શોભાયાત્રામાં પ્રખ્યાત ગાયક ભોલુ કડજોદરાવાળાએ તેના અનેરા સુરમાં રંગ જમાવ્યો હતો.
ચાર દિવસ ચાલેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો હતો.
કાર્યક્રમની પૂર્ણાહુતિ પ્રસંગે સૌ ભાવિક ભક્તો મહાપ્રસાદી લઈ ધન્ય બની ગયા હતા.