
આજના સમયમાં દરેક સમાજે તેમના બાળકોને શિક્ષિત કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે સમાજમાં બધો વર્ગ પોતાના બાળકોને શિક્ષણ પૂરું પાડી શકવા સક્ષમ હોતો નથી જેથી છેલ્લા કેટલાક સમયથી દરેક સમાજના જાગૃત યુવાનોએ બીડું ઉપાડી સમાજને શિક્ષિત કરવા માટે કેવી રીતે મદદરૂપ થવું તે વિશે વિચારીને સમાજના બાળકોને ચોપડા અને નોટબુક પૂરી પાડી રહ્યા છે
મહેર સાગર મિત્ર મંડળ દ્વારા બાયડ તાલુકાના ગુરુ બ્રાહ્મણ સમાજના બાળકોને ચોપડા તેમજ નોટબુક પૂરી પાડવાનો નિર્ધાર કરી આજરોજ ગાબટ ગામે ગુરુ બ્રાહ્મણ સમાજના વિદ્યાર્થીઓને ચોપડા તેમજ નોટબુક વિતરણના કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે જે ખરેખર સરાહનીય કાર્ય છે.