
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગમાં છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચારની બુમો ઉઠવા પામી છે ભ્રષ્ટ કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કોઈ કામ થતું જ નથી એવી કાયમી છાપ આરોગ્ય વિભાગની ઊભી થવા પામી છે.
બાયડ તાલુકાના આમોદરા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો રેગ્યુલર ક્લાર્ક યશવંત મોકમભાઈ પટેલ હેડ ક્લાર્ક વર્ગ 3 સપ્તાહમાં બે દિવસ જીતપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર્જમાં હોવાથી જતો હતો.
જીતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરીયાદી લેબ ટેકનીશીયન તરીકે નોકરી કરતા હતા. અને ફરીયાદીએ રાજીનામું આપી દીધું હતું. જેથી ફરિયાદીના જાહેર રજાના બીલો બનાવવા પેટે 7,000 રૂપિયાની માંગણી કરી હતી જે ફરિયાદી આપવા માંગતા ના હતા. જેથી ફરિયાદીએ ગાંધીનગર લાંચ રુશ્વત વિરોધી વિભાગનો સંપર્ક કરી ગુરૂવારના રોજ ગોઠવાયેલા છટકા દરમિયાન ફરિયાદી સાથે આરોપીએ હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમની માંગણી કરતાં લાંચની રકમ રૂપિયા 7000 સ્વીકારતાં લાંચ રુશ્વત વિરોધી વિભાગ ગાંધીનગરના ટ્રેપીંગ અધિકારી એમ એમ સોલંકીના હાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
ઝડપાયેલા લાંચિયા કર્મચારીને અરવલ્લી એસીબી ઓફિસે લઈ જવામાં આવ્યો છે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.