
બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના શિક્ષણ ક્ષેત્રે સારૂ પરિણામ મેળવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનો કાર્યક્રમ ફતેપુરા(ડાભા) બક્ષીપંચ છાત્રાલય ખાતે શૌર્યધામ ફાગવેલના મુખ્ય સંયોજક ભરતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 માં ક્ષત્રિય સમાજનું નામ રોશન કરી સારૂ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું અભિવાદન અને સન્માન કરવામાં આવ્યું હતું. તેમને સારા ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં બાયડ તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો, હોદ્દેદારો, વડીલો, પદાધિકારીઓ, વિદ્ધાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા