
ગુજરાત રાજ્ય એફપીએસ વિક્રેતા એસોસિએશનની એક બેઠક પ્રમુખ રાકેશભાઈ શાહની આગેવાની હેઠળ બાયડ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ધારેશ્વર મહાદેવ વાત્રક ખાતે યોજાઈ હતી.
આ બેઠકમાં અરવલ્લી જીલ્લાના સસ્તા અનાજની દુકાનના સંચાલકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં અરવલ્લી જીલ્લાના પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન દિપકભાઇ શાહની સર્વાનુમતે વરણી કરવામાં આવતાં સૌ સંચાલકોએ અભિનંદન પાઠવ્યા હતા