
મોડાસામા આંગણવાડી બાળકોને ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે સરકારના સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ હેઠળ અરવલ્લી જિલ્લાના મોડાસાની મહાદેવગ્રામ ખાતેની આંગણવાડી આવેલી છે.જેમાં બાળકોમાં નાનપણથી જ આંતરિક શક્તિ ખીલી ઉઠે તે માટે સ્માર્ટ આંગણવાડી પ્રોજેક્ટ કાર્યરત છે. આંગણવાડીમાં પ્રવેશ પર સ્વાગતના ચિત્રો છે. જે બાળકોને આકર્ષી રહ્યા છે.સવારથી બાળકો ઉત્સાહ ભેર આંગણવાડીએ પહોંચી જાય છે. આનંદ અને મસ્તી સાથે જ્ઞાન મેળવે છે.મહાદેવગ્રામ આંગણવાડી કેન્દ્રને એવોર્ડ પણ મળ્યો છે.
નાના ભુલકાઓને બાળપણમાંજ અમુક વનસ્પતિઓ વિશે જ્ઞાન મળે તે માટે આંગણવાડીની બહાર એક નાનકડો બગીચો બનાવવામાં આવ્યો છે જેમાં અનેક પ્રકારના છોડ વાવેલા છે,તુલસી,મિંટ તુલસી,લીમડો,ગુલાબ,કેળ,જેવા ફુલછોડથી ભૂલકાઓ પ્રકૃતિ વિષે જ્ઞાન મેળવે છે.
નાના ભૂલકાઓ માટે આંગણવાડી બીજુ ઘર છે જ્યા તેઓ જ્ઞાન મેળવે છે,ઉખાણા,ગીતો ગાવાના,રમતના સાધનો થી રમવાનું ,અક્ષરો ઓળખવા,જેવી અનેક પ્રવૃતિઓ કરે છે અને નવું શીખે છે.
આંગણવાડીમાં રોજનું મેનુ પ્રમાણે અલગ અલગ નાસ્તો આપવામા આવે જે ખૂબજ ટેસ્ટી હોય છે.અને તેનાથી જમતાં પેહલા હાથ ધોવા અને જમ્યા પછી હાથ ધોવા અને સાફ કરવા ,કેટલો ખોરાક લેવો,કેટલું ખાવું અને કેવી રીતે કયા હાથે જમવું તેની સમજણ કેળવાય છે.નાનપણમા જે શીખ મળે છે તેનાથી ઉજ્વળ ભવિષ્યનું ઘડતર થાય છે.
ગુજરાત રાજ્ય સરકારશ્રીના સ્માર્ટ આંગણવાડીના પ્રોજેક્ટ થકી અનેક બાળકોમાં દરરોજ ઉત્સવ જેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.