LIVE TVરાજ્ય

મોહરમ નિમિત્તે બાયડ તાલુકાના સાઠંબા, બાયડ, ગાબટ અને રમોસ ખાતે તાજીયા જુલૂસ કાઢવામાં આવ્યાં.*

*બાયડ , સાઠંબા, ગાબટ , રમોસ ગામે મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો દ્વારા મોહરમ નિમિત્તે કલાત્મક તાજીયા બનાવવામાં આવ્યા*

 

 

બાયડ તાલુકાના સાઠંબા, ગાબટ, બાયડ અને રમોસ ગામે મોહરમ નિમિત્તે તાજીયા જુલુસ કાઢવામાં આવ્યા હતા.
જેમાં ‘યા હુસેન… યા હુસેન…’ ના નારા સાથે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ હેરતભયૉ કરતબો બતાવી માતમ મનાવ્યો હતો. . જ્યારે મંગળવાર સાંજે બાયડ ગામ માં આવેલ મસીદ જોડે કલાત્મક તાજીયાઓ જુદાં જુદાં ચોકમાં આવતાં યુવાનોએ લાઠીદાવ અને તલવારબાજી સાથે શહાદતની યાદ તાજી કરાવી હતી.
ઇસ્લામધર્મના મહાન પયગંબર મહંમદ સાહેબના દોહીત્ર હજરત ઇમામ હુસેને ઇસ્લામ ધર્મના નૈતિક મૂલ્યોની જાળવણી માટે કટ્ટરપંથીઓ સમક્ષ પોતાના ૭૨ સાથીઓ સહિત શહાદત વ્હોરી હતી. આજે હજારો વર્ષ બાદ પણ હજરત ઇમામ હુસેનની કુરબાની ભૂલાઇ નથી અને તેનો માતમ મહોરમના દિવસે મનાવવામાં આવે છે. જેની યાદમાં મહોરમ નિમિત્તે બુધવારે બાયડ, સાઠંબા , ગાબટ, રમોસ, મુસ્લિમ બિરાદરો તૈયાર કરેલા કલાત્મક તાજીયાઓ નીકળ્યા હતા . જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાશે અને અંગ કસરતના કરતબો દાખવી તેમજ યા હુસૈન… યા હુસૈન… ના નારા સાથે માતમ મનાવશે મોહરમના પર્વ નિમિત્તે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!