LIVE TVરાજ્ય
બાયડ તાલુકાના તાલોદથી બોરડી જવાના માર્ગે કોઝવે પર બાઈકસવાર દંપતિ પાણીમાં ખેંચાતાં સ્થાનિકોની મદદથી આબાદ બચાવ*
દર વર્ષે ચોમાસામાં આ કોઝવે પર ઉપર થઈને પાણી વહેતા આ વિસ્તારમાં લોકોને અવરજવરમાં ભારે હાલાકી તથા પાણીમાં તણાઈ જવાનો ડર રહેતો હોવાથી નવીન પુલ બનાવવામાં આવે તેવી આ વિસ્તાર લોકોની માંગ છે

બુધવારના રોજ સાઠંબા પંથકમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસેલા મેઘરાજાએ ત્રણ કલાકમાં 5 થી 6 ઇંચ જેટલી ધમાકેદાર બેટિંગ કરી હતી જેના પરિણામે નદી-નાળાં બે કાંઠે વહેતાં થયાં હતાં.
તલોદથી બોરડી જવાના માર્ગ પર આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા ત્યારે બોરડીના બાઈકસવાર દંપતિ કામ અર્થે બહાર ગયાં હતાં.
જે સાંજના સમયે પરત આવી રહ્યાં હતાં
તે સમયે કોઝવે પરથી પસાર થતાં દંપતી બાઈક સહિત પાણીમાં ખેંચાઈ ગયા હતા પરંતુ સ્થાનિકોની નજર પાણીમાં ખેંચાતા બાઈક સવાર દંપતી પર પડદો સ્થાનિકોએ બેટરીના અજવાળે દંપતીને બચાવી લીધાં હતા અને પાણી ઓસરતાં બીજા દિવસે બાઈક પણ બહાર કાઢી આપ્યું હતું
*દર વર્ષે ચોમાસામાં આ કોઝવે પર ઉપર થઈને પાણી વહેતા આ વિસ્તારમાં લોકોને અવરજવરમાં ભારે હાલાકી તથા પાણીમાં તણાઈ જવાનો ડર રહેતો હોવાથી નવીન પુલ બનાવવામાં આવે તેવી આ વિસ્તાર લોકોની માંગ છે*.