LIVE TVરાજ્ય

*સાઠંબા ગાબટ રોડ પર ધરમડી ગામની સીમમાં રોડ સાઇડ પરથી વ્રુક્ષો કાપવાની ઘટના આવી સામે*

સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો વાયરલ થતાં નાછુટકે વનવિભાગ દ્વારા લાકડાં કાપનાર અને ટ્રેકટર માલિક સામે ગુનો નોંધવાની તજવીજ ધર્યાનું જાણવા મળ્યું છે*

 

 

 

 

 

બાયડ તાલુકો વૃક્ષ છેદનની ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ઈસમો માટે સેફ પેસેજ હોય તેમ તાલુકામાં વૃક્ષછેદનની પ્રવૃત્તિ વરસતા વરસાદમાં પણ બેરોકટોક ચાલી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે…!!!!

આ ઘટનાના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે..!!!
તાજેતરમાં વન વિભાગના અધિકારીના મેળાપીપણામાં વૃક્ષ છેદનની પ્રવૃત્તિ ચાલતી હતી જેનો આરોપ સાબિત થતાં ફોરેસ્ટર કમલેશ પરમારને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે…!!!
પરંતુ હજી પણ બાયડ તાલુકામાં આવી પ્રવૃત્તિ ખુલ્લેઆમ ચાલી રહી છે…!!!!!
બાયડ તાલુકાના સાઠંબા-ગાબટ માર્ગ પર ધરમડી ગામની સીમમાં રોડ સાઈડ પર કેટલાક વૃક્ષો કાપી વિરપનો દ્વારા કોઈનો પણ ડર રાખ્યા વગર ટ્રેક્ટરમાં ભરીને વેચી દેવાનો કારસો કરવામાં આવ્યો હતો…!!!
શું આ બાબત ગાબટ વિભાગના વન કર્મચારીથી અજાણ હશે મીડિયા દ્વારા ગાબટ વિભાગના વન કર્મી રાજેશ કંથારીયાને વારંવાર ફોન કરવા છતાં તેમણે ફોન ઉપાડવાની તસ્દી પણ લીધી નહોતી…!!!
સોશિયલ મીડિયામાં આ ઘટનાના વિડીયો વાયરલ થતાં ના છુટકે વન વિભાગે આ ઝાડ કાપવાવાળા વિરપ્પનો અને લીલાં ઝાડ ભરીને વગે કરવાની પ્રવૃત્તિમાં સાથ આપનાર ટ્રેક્ટર માલિક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધર્યાનું જાણવા મળ્યું છે.

 

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!