
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાયડ દ્વારા બાયડ વિધાનસભા મતવિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને લોકસેવક તેમજ બાયડ માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન સ્વ.રામસિંહ સોલંકીના માનમાં શ્રદ્ધાંજલિ સભા ગુજરાત રાજ્ય ખેતી બેંકના પૂર્વ ચેરમેન અને સહકારી આગેવાન કનુભાઇ મણીભાઈ પટેલની અધ્યક્ષતામાં સદગતના માદરે વતન આમોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા,માર્કેટયાર્ડના ચેરમેન અનંતભાઇ પટેલ વાઇસ ચેરમેન કિરણસિંહ તેમજ કારોબારી સભ્યો ઉપરાંત તાલુકાના વિવિધ સામાજીક અને રાજકીય અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ શ્રદ્ધાંજલિ સભામાં મોકમજીના મુવાડાની બહેનોએ તથા રાજન ઠાકોર વિગેરેએ શ્રદ્ધાંજલિ ભજન રજુ કર્યા હતા.
આ પ્રસંગે આમોદરા,ઇન્દ્રાણ,દેરોલી ગામના તથા પેટાપરાંના ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.