LIVE TVરાજ્ય

*ભારત વિકાસ પરિષદ બાયડ શાખા દ્વારા બાયડ શહેરમાં જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું.*

ભારત વિકાસ પરિષદ બાયડ શાખા દ્વારા બાયડ શહેરમાં રાત્રીના સમય દરમિયાન જરૂરિયાતમંદ લોકોને શિયાળાની કડકડતી ઠંડીથી બચવા માટે દાતાઓના સહયોગથી ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું .
કોઈ એક વ્યક્તિની મદદ કરવાથી દુનિયા નથી બદલાઈ જવાની, પણ જે વ્યક્તિની મદદ આપણે કરીશું એ વ્યક્તિની દુનિયા જરૂર બદલાઈ જશે એજ અભિગમ સાથે સેવા પરમો ધર્મની ભાવનાથી ભારત વિકાસ પરિષદ બાયડ શાખા દ્વારા શિયાળાની કડકડતી ઠંડીથી બચવા જરૂરિયાતમંદ લોકોને ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું .
આ કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ.મિનેષભાઈ ગાંધી, મંત્રી ધર્મેશ સોની, ખજાનચી કુમુદચંદ્ર ભાવસાર, વીપી અતુલભાઇ મહેતા, સહમંત્રી ગીરીશભાઈ પટેલ, રાજુભાઈ શાહ, ડૉ.સતિષભાઈ પટેલ,રાજુભાઈ પુરોહિત, કાર્તિકભાઈ પટેલ,દેવચંદભાઈ પરમાર, રમેશભાઈ પટેલ,મિત પટેલ વિગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.
ભારત વિકાસ પરિષદ બાયડ શાખાના પ્રમુખ ડૉ.મિનેષભાઈ ગાંધીએ દાતાઓનો આભાર માન્યો હતો.

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!