LIVE TVરમતગમત

બાયડના વારેણા આશ્રમશાળા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ વારેણા પ્રિમિયર લીગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

વારેણા પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટને સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ભરતસિંહ રહેવરે રીબીન કાપી ખુલ્લી મુકી

બાયડ તાલુકાના વારેણા આશ્રમશાળા ખાતે વારેણા પ્રિમિયર લીગ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન રીબીન કાપી સાબરકાંઠા લોકસભાના ભાજપી ઉમેદવાર શોભનાબેન બારૈયા અને ભરતસિંહ રહેવર દ્વારા કરવામાં આવ્યું હતું.

j

વારેણા પ્રીમિયર લીગના ઉદ્ઘાટન પ્રસંગે અરવલ્લી જીલ્લા ભાજપના પુર્વ પ્રમુખ ભરતસિંહ રહેવર તથા સાબરકાંઠા લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયાના હસ્તે રીબીન કાપી ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટ ખુલ્લી મુકવામાં આવી હતી.
આ પ્રસંગે બાયડ તાલુકા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર, પૂર્વ સરપંચ હિમાંશુભાઈ પટેલ ,જીલ્લા મંત્રી રાહુલપુરી ગોસ્વામી, તલોદ ભાજપ મહામંત્રી રાકેશભાઈ પટેલ, તાલુકા સદસ્ય વિનુસિંહ સોલંકી, કોષાધ્યક્ષ કમલેશભાઈ પટેલ, કિસાન મોરચા પ્રમુખ ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ક્રિકેટ રસિયા સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તાલુકા પંચાયત પ્રમુખ પારૂલબેન પટેલ, મહામંત્રી મણીભાઈ પટેલ સરપંચ અમૃતસિંહ પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા

 

 

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Jagdish Prajapati

I have wide experience of more then 15+ year in print media. My contact details 9737055100

Related Articles

Back to top button
error: Content is protected !!