
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વાંટડા દાવલી ટોલટેક્સ નજીલથી ઇકો કારમાંથી રૂ.૭૧ હજારનો વિદેશી દારૂ સાથે બે બુટલેગરોને મોડાસા રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા.
મોડાસા રૂરલ પીએસઆઇ કે.આર.દરજી અને તેમની ટીમ નાઈટ પેટ્રોલિંગ દરમ્યાન દાવલી હાઇવે રોડ ઉપર વાહન ચેકીંગ દરમ્યાન શામળાજી થી હિમંતનગર તરફ રોડ ઉપર એક ઇકો કાર આવતા શંકાસ્પદ લાગતા કારની તલાશી લેતા કારની વચ્ચેની સીટના નીચેના ભાગે ગુપ્ત ખાના બનાવેલ હોય જે ગુપ્ત ખાનામાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ તથા પ્લાસ્ટિકના ક્વાર્ટર કુલ નંગ-૧૮૫ જેની કિંમત રૂ.૭૧,૨૦૦/- તથા એક મોબાઈલ ફોન કિંમત રૂ.૫૦૦૦/- તથા ઇકો ગાડીની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- ની મળી કુલ કિંમત રૂ.૫,૭૬,૨૦૦/- નો મુદ્દામાલ સાથે બે બુટલેગરો શકિતસિંહ નાથુસિંહ ચુડાવત રહે.રૂપજી કા ગુડા પો.ઉનાવાસ તા.ખમનોર જી.રાજસ્થાન, અને રાયસિંહ નિર્ભયસિંહ કિતાવત રહે.માલ કા ગુડા પો.ટાટોલ તા.ખમનોર જી.રાજસ્થાન ને ઝડપી પાડી મોડાસા રૂરલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.