
બાયડ મામતલદાર કચેરી ખાતે શનિવારે સવારથી જ રાજકીય પક્ષોના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો. ૧૧-૦૦ વાગ્યા પછી પીપોદરા બેઠક માટે
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એક ડમી ઉમેદવારએ ઉમેદવારી પત્રો રજુ કરી ઉમેદવારી નોંધાવી હતી
બાયડની મામલતદાર
કચેરી ખાતે કચેરી ખાતે સવારથી જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ઢોલ-નગારા સાથે કુમકુમ તિલક કરીને ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજુ કર્યા હતા.
બાયડની પીપોદરા
તાલુકા પંચાયત બેઠક માટે અંદાજીત ૧૦ જેટલા લોકોએ ફોર્મ ઉપાડેલ હતા ત્યારે
શનિવારે ૧૧-૦૦ કલાક પછી પીપોદરા બેઠક માટે ચાર ફોર્મ રજુ કરવામાં આવ્યા હતા.
તા.૧૬, ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીમાં બાયડ તાલુકાની પીપોદરા બેઠક ઉપર ઉમેદવારોએ
આજરોજ ફોર્મ રજુ કર્યા હતા
ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ઉમેદવારી પત્ર રજુ કરતી વખતે બાયડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ,પુર્વ તાલુકા સંગઠન પ્રમુખ, મહામંત્રી, કાર્યકર્તાઓ તેમજ બાયડ-માલપુરના
ઘારાસભ્ય ધવલસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.
પીપોદરા બેઠક માટે આજરોજ ફોર્મ રજુ કર્યા હતા ત્યારે પીપોદરા તેમજ આજુબાજુના ગામોમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.
જે ઉમેદવારે આજ રોજ ફોર્મ રજુ કર્યાહતા.
ત્યારે પીપોદરા તેમજ આજુબાજુ ગામોમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે ત્યારે ઉમેદવારી
એક અઠવાડીયાથી ઉમેદવારોએ પ્રચારના શ્રીગણેશ પણ કરી દીધા હતા.
*૧૪-પીપોદરા તાલુકા પંચાયત બેઠક માટે ઉમેદવારી નોંધાવનાર*
( ૧) પરમાર કોકીલાબેન બળવંતસિંહ – કોંગ્રેસ
( ૨) પરમાર સુરેખાબેન રણજીતભાઈ – ભાજપ
( ૩) પરમાર જીલબેન સાગરસિંહ – ભાજપ ડમી ઉમેદવાર
( ૪) પરમાર ભાવનાબેન રાવતભાઈ – આમ આદમી પાર્ટી