LIVE TVરાજકારણ

પીએમ મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા ભંગનો આરોપ

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી

રાજકીય પક્ષોએ સ્ટાર પ્રચારકોના આચરણની જવાબદારી લેવી જોઈએ

ચૂંટણી પંચે (Lok Sabha Election 2024) કહ્યું છે કે, રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો, ખાસ કરીને સ્ટાર પ્રચારકોના આચરણ માટે પ્રાથમિક અને વધતી જવાબદારી લેવી પડશે. ચૂંટણી પંચનું કહેવું છે કે, ઉચ્ચ હોદ્દા પર બેઠેલા લોકોના પ્રચાર ભાષણોના વધુ ગંભીર પરિણામો આવે છે. તેમણે કહ્યું છે કે, સ્ટાર પ્રચારકોએ પોતે આપેલા ભાષણો માટે જવાબદાર બનવું પડશે. પરંતુ વિવાદાસ્પદ ભાષણોના કિસ્સામાં, ચૂંટણી પંચ દરેક મુદ્દા પર પક્ષના વડાઓ પાસેથી જવાબ માગશે.

ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 77 લાગુ કરી અને પક્ષ પ્રમુખોને જવાબદાર ઠેરવ્યા છે. આ અંતર્ગત, પ્રથમ પગલા તરીકે, વડાપ્રધાન મોદી અને રાહુલ ગાંધી પર આચારસંહિતા (Lok Sabha Election 2024) ભંગના આરોપોનો અનુક્રમે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. આમાં તેમને 29 એપ્રિલ સુધીમાં જવાબ આપવા અને તેમના સ્ટાર પ્રચારકોને આચારસંહિતાનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું

પીએમના બાંસવાડાના નિવેદન પર નોટિસ મોકલવામાં આવી

વાસ્તવમાં, કૉંગ્રેસ પાર્ટીએ બાંસવાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન અંગે ફરિયાદ કરી હતી. રાજસ્થાનના બાંસવાડામાં રેલીને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ કહ્યું હતું કે, “કૉંગ્રેસ લોકોની સંપત્તિનો સર્વે કરીને તેને ઘૂસણખોરોમાં વહેંચવા જઈ રહી છે.” કૉંગ્રેસની ફરિયાદ પર કેન્દ્રીય ચૂંટણી પંચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને નોટિસ મોકલી છે. રાહુલના ભાષણને લઈને પંચે ભાજપને નોટિસ પણ મોકલી છે.

ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા `મોડલ કૉડ ઑફ કન્ડક્ટ` (MCC)ના કથિત ઉલ્લંઘનની નોંધ લીધી છે. ભાજપ અને કૉંગ્રેસ બંને પક્ષો (Lok Sabha Election 2024)એ એકબીજાના નેતાઓ પર ધર્મ, જાતિ, સમુદાય અને ભાષાના આધારે નફરત અને વિભાજન ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પંચે ભાજપ-કૉંગ્રેસને નોટિસ પાઠવીને 29 એપ્રિલે સવારે 11 વાગ્યા સુધીમાં જવાબ માગ્યો છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!