LIVE TVરાજકારણ

બાયડ માં શબ્દો અપશબ્દો ની રમઝટ, રાજકીય પાર્ટી ના નેતાજી નો ઓડિયો વાઈરલ

કહેવાય છે કે આ ઓડિયો નો જન્મ ભાગલા પાડવામાં થયો છે.

લોકસભા ની ચૂંટણી માં હજુ બાયડ ની જ્નતા માં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી પણ રાજકીય નાટ્યકારો ની દુનિયામાં નાબાયડ ખાતે કોઈ ને કોઈ નાટક ચાલતું હોય તેવું સુ સ્પષ્ટ દેખાય છે. રાજકીય પાર્ટી માં જૂથ બન્ધીચાર્મ સીમા એ પહોચી ગઈછે. આ સમયે હમણાં જ બાયડ માં એક કોઈ અનુભવી નેતા અને પાર્ટી ના જુના કાર્યકર્તા વચ્ચે બોલાચાલી થયા નો ઓડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જો કે ઓડિયો માં ગાળોની રમઝટ નેતાજીને ધમકી તો બીજી તરફ નેતાજી જે પાર્ટીમાં હશે તે પાર્ટી માં તેમનું વજન કેટલું રહેશે તે પણ સમજવા જેવું બને છે.

જો કે હમણા રાજકીય પાર્ટી માં નવા અને જુના નેતાઓ વચ્ચે નું ઘર્ષણ રાજકીય પાર્ટી નો ભોગ લે તેવું સુ સ્પષ્ટ દેખાય છે. અમારી ટીમ ના લોકો એ આમ જનતા નો મત આ બાબતે જાણવા નો પ્રયત્ન કર્યો હતો. ત્યારે કેટલાક લોકો એ એમ પણ કહ્યું હતું કે કોઈ બહાર નું કુતરું પોતાના વિસ્તાર માં આવે તો જેતે વિસ્તાર ના કુતરાઓ તેનો વિરોધ કરે તેમાં કઈ નવું નથી. પણ આહી રાજકીય પાર્ટી ના અનુભવી નેતા અને કાર્યકર્તા વચ્ચે નો આ ઓડિયો ઘણું બધું કહી જાય છે. અને સાબરકાંઠા ની આ બેઠક હાલ માં ઉકળતા ચરૂ ના લીધે ભારે ચર્ચા માં છે. ત્યરે અહી જહાં ભમ વહા હમ કરતા નેતાઓ ને લોકો ઓળખી ગયા છે.

બીજી તરફ વાઈરલ થયેલા ઓડિયો માં આપેલી  ધમકી પ્રમાણે નેતા ને ખરેખર પગ તુટ્યો કે ટપલી દાવ થયો તે બાબત લોકો માં મોટી ચર્ચા જવા મળી છે. માહિતી ગુજરાત ન્યુઝ અને એન્ટરટેઈનમેન્ટ ની ટીમ આ ઓડિયો માં કોનો અવાજ છે અને કઈ તરીખ નો ઓડિયો છે તે બાબતે કોઈ પૃષ્ટિ કરતું નથી. પણ લોકો માં આ ઓડીયો તાજો હોવાનું જરૂર થી દેખાય છે.

પાર્ટીમાં વંડો કુદી ને આવેલા નેતાઓનું શું મહત્વ છે તે તો સ્પષ્ટ દેખાય છે. બાકી સામે ચાલી ને જનારા નું  કોઈ મહત્વ રાજકીય પાર્ટી માં હોતું નથી તે બાયડ ની જનતા જાણે છે.

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Editor

Basically I am commerce Graduate and Computer literate person. Having 20+ years experience in Print Media with Small and Medium newspaper. My Contact No. 9428484772

Related Articles

Back to top button
error: Content is protected !!